મુરબ્બા
1. આમળાનો મુરબ્બો
જરૂરી સામગ્રી:-
1) આમળાં 1 કિલો
2) એક લીંબુનો રસ
3) ખાંડ દોઢ કિલો
4) એલચી 5 દાણા
5)ફટકડી 25 ગ્રામ
6) કેસર પાંચ - છ તાતણા
7) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
સારી જાતનાં અને મોટાં આમળાં લેવાં. પછી એક એક વાસણમાં પાણી લઈ તેમાં આમળાં નાખવા અને પાણીથી ધોઈ નાખવા. પછી તેને બહાર કાઢી લૂછી નાખવા, પછી વાંસની એક સળી લઈ એનાથી આમળામાં કાણા પાડવા. પછી પાણીમાં ફટકડીનો ભૂકો નાખી એમાં આમળા બે દિવસ સુધી રાખી મૂકવા.
આમળાને બે વખત સ્વચ્છ પાણીથી ધોવા. પછી કલાઈવાળું એક તપેલું લઈ એમાં આમળાં નાખવા અને આમળાં ડૂબે એટલું પાણી એમાં નાખવું. પછી આખું તપેલું ચૂલે ચડાવી આમળાને બાફવા. પછી તપેલું નીચે ઉતારી પાણીમાંથી આમળાં કાઢી લેવાં. આ બાફેલા આમળાવાળા પાણીમાં સાડાસાતસો ગ્રામ ખાંડ નાખી તેમાં આમળાં નાખવા અને આમળા એક રાત એમનેએમ રહેવા દેવા.
બીજે દિવસે ખાંડના રસમાંથી આમળા કાઢી લેવા અને બાકી રહેલી ખાંડ ખાંડના રસમાં નાખી થોડીકવાર એને ગરમ કરવી.
પછી ખાંડણીમાં પાણી લઈ તેમાં કેસર ધૂંટી એમાં નાખવું. આ ચાસણી અઢી તારી થાય એટલે નીચે ઉતારી લેવી. તે ઠંડી પડે એટલે તેમાં આમળા અને એલચીના દાણા નાખી બરણી ભરી લેવી.
2. કેરીનો સાદો મુરબ્બો
જરૂરી સામગ્રી:-
1) રાજાપુરી કેરી અઢી કિલો
2) ખાંડ 5 કિલો
3) એલચી 5 દાણા
4) બે લીંબુનો રસ
5) કેસર ચાર - પાંચ તાતણા
6) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
કેરીને છોલીને એની છાલ ઉતારી નાખવી. પછી છીણી લઈને તેને છીણી લઈને એને ફરી ધોઈ નાખવી. પછી પાણી નિતારી અને ફરી પાછી એક વાસણમાં સ્વચ્છ પાણી લઈ એને ફરી ધોઈ નાખવી. પછી પાણી નિતારી નાખવું. પછી સ્ટીલનું એક તપેલું લઈ એમાં ખાંડ નાખવી અને આ ખાંડ ડૂબે એટલું એમાં પાણી નાખવું. પછી આ તપેલાને ચૂલા ઉપર ચડાવી એની ચાસણી બનાવવી. ચાસણી માટે ખાંડ ઉકળે એટલે અડધા લીંબુનો રસ એમાં નાખવો. આમ કરવાથી એમાં જે મેલ ઉપર તરી આવે તેને કાઢી લેવો. પછી આ ચાસણી બરાબર ઉકળે એટલે કેરીનું છીણ એમાં નાખી દેવું અને પછી હલાવ્યા કરવું.
પછી એક નાનકડી ચમચીમાં પાણી લઈ એમાં ચપટી કેસર નાખી ઘૂંટવું અને બરાબર ઘૂંટાઈ જાય એટલે તેને તપેલામાં નાખી દેવું. દરમિયાન છીણ બફાઈ જાય અને ચાસણી અઢી તારી થાય એટલે એને ચૂલા ઉપરથી નીચે ઉતારી એમાં એલચીના દાણા નાખવા.
મુરબ્બો ઠંડો પડે એટલે બરણીમાં ભરી લેવો.
3. આમળાનો સાદો મુરબ્બો
જરૂરી સામગ્રી:-
1) આમળાં 1કિલો
2) ખાંડ દોઢ કિલો
3) ચૂનાનું પાણી પ્રમાણસર
4)એલચી પાંચ દાણા
5) બે લીંબુનો રસ
6) સહેજ કેસર
બનાવવાની રીત:-
એક વાસણમાં આમળાં લઈ તેને પાણીથી ધોઈ નાખવા અને પછી લૂછી નાખવા. પછી વાંસની સળીથી દરેક આમળામાં એક કાણું પાડી એને ચુનાના નિતારેલા પાણીમાં એક રાત પલાળી રાખવા. પછી બીજે દિવસે એને બહાર કાઢીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા અને આમળાં ડૂબે એટલું પાણી એમાં નાખવું. પછી ચૂલા ઉપર એને ચડાવી ધીમા તાપે એને બાફવા. પછી એમાંથી બી કાઢી નાખીને એના કટકા કરવા. પછી એક વાસણમાં આમળાનું પાણી લઈ એમાં એક જ લીંબુનો રસ નાખવો. આમ કરવાથી એમાં મેલ તરી આવશે એટલે મેલ નિતારી લેવો.
પછી એક ચમચીમાં પાણી લઈ એમાં કેસર ઘૂંટી ચાસણીમાં નાખી દેવું. ચાસણી બરાબર થાય એટલે એમાં આમળાના કટકા નાખી દેવા, થોડીવાર પછી જ્યારે ચાસણી પાકી થઈ જાય એટલે એને નીચે ઉતારી કેવી. પછી મુરબ્બો ઠંડો પડે એટલે એમાં એલચીના દાણા નાખી બરણીમાં ભરી લેવો
4. આમળાના છીણનો મુરબ્બો
જરૂરી સામગ્રી:-
1) આમળાં 1 કિલો
2) ખાંડ દોઢ કિલો
3) ફટકડી 25 ગ્રામ
4) એલચી 5 દાણા
5)એક લીંબુનો રસ
6)કેસર નવટાંક
7) પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
એક વાસણમાં પાણી લઈ એમાં આમળાં નાખવા અને એને ધોઈને સાફ કરી એને વાંસની સળી વડે છિદ્ર પાડવા. પછી ચોખ્ખું પાણી લઈ એમાં ફટકડીનો ભૂકો નાખવો અને તેના દ્રાવણમાં બે દિવસ સુધી આમળાનો ભૂકો રાખી મૂકવો. ત્યારબાદ આમળાને બે વખત સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.
પછી આમળાને છીણી નાખવા. અને આ છીણને કલાઈવાળા તપેલામાં નાખી એ ડૂબે એટલું એમાં પાણી નાખવું. પછી પાણીને ઉકાળીને છીણને બાફવું. પછી આ છીણ પાણીમાંથી કાઢી લેવું અને બાફેલા પાણીમાં પોણો કિલો ખાંડ નાખીને એની અંદર આમળાનું છીણ નાખવું. પછી આ છીણને એક રાત એમને એમ રહેવા દેવું.
બીજે દિવસે સવારે છીણ ખાંડના રસમાંથી કાઢી લેવું અને બાકી રહેલી ખાંડ રસમાં નાખી થોડીકવાર ગરમ કરવું. પછી એક ચમચીમાં પાણી લઈને એમાં કેસર ઘુટવું અને પછી કેસરવાળું આ પાણી ખાંડની ચાસણીમાં નાખવું. પછી ચાસણી જ્યારે અઢી તારી થાય ત્યારે એને ચૂલા ઉપરથી નીચે ઉતારી લેવું. એ ઠંડી થાય એટલે એમાં આમળાનું છીણ અને એલચીના દાણા નાખીને બરણીમાં ભરી લેવું.
5. કેરીનાકટકાનોમુરબ્બો
જરૂરીસામગ્રી:-
1)રાજાપુરીકેરીઅઢીકિલો
2)ખાંડ 5 કિલો
3)લીંબુ એક
4)એલચી 5 દાણા
5)કેસરપાંચ–છતાંતણા
6)પાણીપ્રમાણસર
બનાવવાની રીત:-
રાજપુરી કેરીને બરાબર છોલી નાખવી. પછી પાણીમાં ધોઈ નાખવી.
પછી સરસ મઝાના ધારદાર ચપ્પુ વડે એ કટકીકરવી. આ કટકી જરા મોટી કરવી. પછી એક તપેલું લઈ એમાં પાણી ઉકળવા મૂકવું. આ પાણી ઉકળે એટલે એમાં કેરીના કટકા નાખવા. આ કટકા જરા નરમ થાય એટલે એને બહાર કાઢી લેવા. કટકા બફાઈ ન જાય એની ખાસ કાળજી રાખવી.
પછી એક વાસણમાં ખાંડ લઈ તે ડૂબે એટલું તેમાં પાણી નાખવું. પછી તેને ઉકાળવું. પછી એમાં લીંબુનો રસ નાખવો. આથી એમાં મેલ તરી આવશે. આ મેલ કાઢી લેવો. પછી એક ચમચીમાં પાણી લઈ તેમાં કેસર ધોળવું. અને આ કેસર ચાસણીમાં નાખી દેવું. પછી એમાં કેરીના કટકા નાખવા. પછી એને ચૂલા ઉપર ગરમ કરવા મૂકવું.
પછી આ ચાસણી અઢીતારી થાય એટલે નીચે ઉતારી એલચીને ફોલીને એના દાણા એમાં નાખવા. પછી મુરબ્બો બરણીમાં ભરી લેવો.
6. કરમદાનો મુરબ્બો
જરૂરીસામગ્રી:-
1)કરમદાં 250 ગ્રામ
2)ખાંડ 500 ગ્રા
3)એકલીંબુનોરસ
4)એલચી 5 દાણા
5) પાણીપ્રમાણસર
5) પાણીપ્રમાણસર
બનાવવાનીરીત :-
એક વાસણમાં પાણી લઈ કરમદાને ધોઈ નાખવા. પછી તેના બે ભાગ કરી એની વચ્ચેનું બી કાઢી નાખવું. પછી તપેલામાં ખાંડ લઈને એ ડૂબે એટલું પાણી એમાં નાખવું . પછી એને ચૂલે ચડાવવું.એ જરાક ગરમ થાય એટલે એમાં લીંબુનો રસ નાખીને એનો જે મેલ ઉપર તરી આવે એને નિતારી લેવો. પછી તે ઉકળે એટલે એમાં કરમદાં નાખી દેવાં. પછી એમાં એલચીનો ભૂકો નાખવો. મુરબ્બો ઠંડો પડે એટલે બરણીમાં ભરી લેવા.
7. ગાજરનો મુરબ્બો
જરૂરીસામગ્રી :-
1) ગાજર 750 ગ્રામ
2) ખાંડ 500 ગ્રામ
3) સાઇટ્રિકએસિડ 25 ગ્રામ
4) એલચી પાંચ દાણા
5) પાણી પ્રમાણસર
બનાવવાની રીત :-
સરસ મોટા અને લાલ રંગનાં ગાજર લઈને એને છોલી નાખવા. પછી એક વાસણમાં પાણી લઈ એમાં ધોઈ નાખવા. પછી એક વાસણમાં પાણી લઈ એમાં તે ધોઈ નાખવા. પછી એના ઊભા બે કટકા કરવા. એની વચ્ચેનું પિત કાઢી નાખવું . પછી તેના કટકા કરવા અને સ્ટીલના કાંટા વડે એમાં કાણા પાડવા. પછી એક તપેલી લઈ એમાં પાણી મૂકી એને ચૂલે ચડાવવું એને ચૂલે ચડાવવું અને એમાં ગાજરના ટુકડા નાખી બાફવા. આ ટુકડા સાધારણ બફાય એટલે એને નીચે ઉતારીને એમાંથી ગાજરના ટુકડા કાઢી લેવા.
પછી એજ પાણીમાં ખાંડ અને સાઇટ્રિકએસિડ નાખી એને ચૂલે ચડાવવું. આ ચાસણી અઢી તારી થાય એટલે ગાજરના ટુકડા એમાં નાખવા અને પછી એને નીચે ઉતારી ઠંડા પાડવા. ઠંડા પડી જાય પછી એમાં એલચીના દાણા નાખી બરણી ભરી લેવી.
જરૂરીસામગ્રી:-
1 1)સફરજન 2 કિલો
2 2)ખાંડ 2 કિલો
3 3)બે લીંબુનો રસ
4 4)એલચી 10 દાણા
5 5)કેસર થોડું
6 6)પાણી પ્રમાણસર
બનાવવાની રીત:-
સફરજનની છાલ ઉતારી નાખવી. પછી એક વાસણમાં પાણી લઈ એમાં સફરજન નાખવાં અને ધોઈ નાખવા. પછી ચપ્પા વડે એના બબ્બે કટકા કરવા અને વચ્ચેનો ભાગ કાઢી નાખવો, કારણકે એ ભાગ કઠણ હોય છે. એ ઉપરાંત એનાં બી પણ કાઢી નાખવા. પછી એને છરી કાંટા વડે છીદ્રો પાડી પાણીમાં નાખી, ચૂલે ચડાવી બાફવા મૂકવા.
એક તપેલીમાં ખાંડ લઈને ડૂબે એટલું એમાં પાણી નાખવું. આ પાણીને ઉકાળવું. આ પાણીને ઉકાળવું. પછી તેમાં મેલ ઉપર તરી આવશે તે નિતારી લેવો.
પછી એક નાની ચમચીમાં પાણી લઈ એમાં ચપટી કેસર નાખી એને ધોળવું અને પછી ચાસણી માં નાખી દેવું . ચાસણી એક તારી થાય એટલે એને ઉતારી લેવી.
પછી સફરજન કટકા કરવા અને ચાસણી ઠંડી પડે એટલે એ ચાસણીમાં આ કટકા નાખી દેવા. પછીએનેઆખીરાતરાખીમૂકવા.
પછી તેમાંથી સફરજનના કટકા કાઢી લઈને ચાસણી ફરી ઉકાળવી. અને અઢીતારી ચાસણી થાય એટલે તેને નીચે ઉતારી ઠંડા પાડવા.
પછી બરણીમાં ભરી લેવી.
9. પાઈનેપલનો મુરબ્બો
જરૂરીસામગ્રી :-
1 1 )અનાનસના પૈતાં 2 કિલો
2 2) ખાંડ 2 કીલો
3 3)સાઇટ્રિક એસિડ થોડું
4 4)પાઈનેપલ એસેન્સ થોડું
5 5)પાણી પ્રમાણસર
બનાવવાનીરીત :-
અનાનસના તૈયાર પૈતા એક વાસણમાં કાઢવાં. પછી એમાં પા કિલો ખાંડ નાખી એ વાસણ એમને એમ આખી રાત રાખી મૂકવું.
પછી બીજે દિવસે ચાસણીની મદદથી અનાનસના પૈતા ગાળી લેવાં. પછી ચાસણીમાં બીજી પા કિલો ખાંડ નાખવી અને ચાસણીને ઉકાળવી. દરમ્યાન જરૂર પડે તો બીજું પાણી નાખવું. આ ચાસણી એકતારી બને એટલે એમાં પૈતા નાખી દેવા. પછી એને એક રાત રહેવા દેવાં. ચોથે દિવસે ચાસણીમાંથી પૈતા કાઢી લઈને એમાં ફરી પા કિલો ખાંડ નાખવી અને પછી એમાં સાઇટ્રિક એસિડ નાખીને ઉકાળવી.
પછી ચાસણી અઢીતારી થાય એટલે એને નીચે ઉતારી લેવી અને ઠંડી પડે એટલે ગાળી લેવી.
પછી એમાં અનાનસના પૈતા અને પાઈનેપલના એસેંસના બે ટીપાં નાખીને બરણીમાં મુરબ્બો ભરી લેવો.
આ બરણીની ઉપર કપડું ઢાંકણ રાખીને બાંધી દેવું.
10. જામફળનોમુરબ્બો
જરૂરીસામગ્રી:-
1 1) જામફળ 500 ગ્રામ
2 2) ખાંડ 500 ગ્રામ
3 3) બે લીંબુનો રસ
4 4) એલચી 5દાણા
5 5) કેસરથોડું
6 6) પાણીપ્રમાણસર
બનાવવાની રીત:-
જામફળની છાલ ઉતારી નાખવી. આ જામફળ બને ત્યાં સુધી નાનાં અને કૂણાં લેવા. પછી એક વાસણમાં પાણી લઈ એમાં જામફળ નાખવા. અને પછી ધોઈ નાખવા. પછી ચપ્પા વડે એના બબ્બે કટકા કરવા. પછી એમાં છરી કાંટા વડે છિદ્રો પાડવા. છિદ્રો પાડીને એને પાણીમાં નાખવા અને ચૂલે ચડાવી બાફવા મૂકવા.
ત્યારબાદ એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે એટલું પાણી એમાં નાખવું. આ પાણીને એમાં ઉકાળવું. પછી એમાં અરધા લીંબુનો રસ નાખવો. આમ કરવાથી એનો મેલ ઉપર તરી આવશે તે નિતારી લેવો.
પછી એક નાની ચમચીમાં પાણી લઈ એમાં ચપટી કેસર નાખી તેને ઓગાળવું અને પછી ચાસણીમાં નાખી દેવું. ચાસણી એક તારી થાય એટલે એને નીચે ઉતારી લેવી. પછી જામફળના કટકા કરવા અને ચાસણી ઠંડી પડે એટલેએ ચાસણીમાં આ કટકા નાખી દેવા. પછી એને આખી રાત રાખી મૂકવા. પછી તેમાંથી સફરજનના કટકા કાઢી લઈ ચાસણી ફરી ઉકાળવી અને અઢી તારી ચાસણી થાય એટલે એને નીચે ઉતારી ઠંડો પાડવો.
પછી બરણીમાં ભરી લેવો.
11. દુધીનોમુરબ્બો
જરૂરીસામગ્રી :-
જરૂરીસામગ્રી :-
1 1) કૂણીદૂધી 1કિલો
2 2) ખાંડ 1 કિલો
3 3)પીળોરંગસહેજ
4 4) એલચીત્રણચારદાણા
5 5) પાણીપ્રમાણસર
બનાવવાનીરીત:-
એક વાસણમાં પાણી લઈ એમાં દૂધી ધોઈ નાખવી. પછી એને છીણી નાખવી. પછી આ છીણને વરાળમાં બાફવં. પછી ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચૂલે ચડાવી એની એકતારી ચાસણી બનાવવી.
પછી આ ચાસણીમાં દૂધીનું છીણ નાખવું. છીણ નાખ્યા પછી ચાસણી બેતારી થાય એટલે એને નીચે ઉતારી લેવી. પછી એને ઠંડી પાડવી.
