સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ

  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Wednesday, 20 January 2016

ગાજરના અથાણાં

 Priti     22:45     ગાજરના અથાણાં     No comments   


ગાજરના અથાણાં 
ગાજરના અથાણાં

1) ગાજરનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) ગાજર 2 કિલો
2) રાઈના કુરિયાં 200 ગ્રામ
3) લીંબુ 1 કિલો
4) વરિયાળી 100 ગ્રામ
5) લીલી હળદર 100 ગ્રામ
6) આદુ 100 ગ્રામ
7) મરીનો  ભૂકો 3 ચમચા
8) લાલ મરચું 1ચમચો
9) લસણ 1ગાંઠિયો
10) હળદર થોડીક
11) મીઠું પ્રમાણસર
12) તેલ પ્રમાણસર
13) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
       ગાજરને છોલી નાખવા.
      પછી એક વાસણમાં પાણી લઈ એમાં છોલેલો ગાજર નાખી બરાબર ધોઈ નાખવા. પછી એના ઉભા બે ભાગ કરી એનું વચ્ચેનું પિત કાઠી નાંખવું. પછી એની બારીક કાતરી બનાવવી. પછી આદુ અને હળદરને પણ બરાબર છોલી, બરાબર ધોઈ, એની બારીક કાતરી બનાવવી.
      પછી વરિયાળીને અધકચરી ખાંડવી અને લસણને ઝીણું વાટવું. પછી થાળીમાં બધો મસાલો ભેગો કરીને એમાં મીઠું, હળદર, મરચું, મરીનો ભૂકો, રાઈના કુરિયાં, તેલ વગેરે નાખી મસળી નાખવું અને પછી તેમાં ગાજર, હળદર અને આદુની કાતરી નાખીને રગદોળી નાખવું.
      એક બરણીમાં આ અથાણું ભરી લેવું. પછી તેમાં લીંબુનો રસ ગાળીને નાખવો, પછી ચમચા વડે તેને હલાવવું. પછી એક કપડા વડે બરણીનું મોઢું બાંધી દેવું. પછી બે ત્રણ વખત હલાવવી.


2) ગાજરના ખારિયા
જરૂરી સામગ્રી:-
1) મોટાં ગાજર 250 ગ્રામ
2) ખાંડેલી રાઈ 250 ગ્રામ
3) લીંબુ 2
4) ગોળ પ્રમાણસર
5) તેલ પ્રમાણસર
6) મીઠું પ્રમાણસર
7) હળદર પ્રમાણસર
8) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      ગાજરને ચપ્પા વડે છોલી નાખવા અને પછી એક વાસણમાં પાણી લઈ એને ધોઈ નાખવા. એની વચ્ચેનો સફેદ ભાગ જે પિત કહેવાય છે તે કાઢી નાખવો. પછી ગાજરના કટકા કરવા. પછી એમાં લીંબુ અને મીઠું નાખી એને સાત-આઠ કલાક રાખી મૂકવા. પછી એને તડકામાં થોડીક વાર સૂકવવા, માત્ર ઉપરનું પડ જ સૂકાવા દેવું, વધુ સુકાય નહિ.
      થોડુંક પાણી લઈને એમાં દળેલી રાઈ નાખી ખૂબ ફીણવી. આ રાઈ સારી રીતે ચડી જાય એટલે એમાં મીઠું,હળદર, ગોળ અને તેલ નાખીને ફરીથી ફીણવું.પછી એમાં ગાજરના કટકા રગદોળી નાખવા અને પછી તેની બરણી ભરી દેવી.


3)  ગાજરનો છુંદો
જરૂરી સામગ્રી:-
1) ગાજર 2 કિલો
2) સરકો ચાર પ્યાલા
3) ખાંડ દોઢ કિલો
4) ખાંડેલી રાઈ 100 ગ્રામ
5) આદું 100 ગ્રામ
6) તજનો ભૂકો 1ચમચી
7) લસણ બે ગાંઠીયા
8) મરચું પ્રમાણસર
9) હળદર પ્રમાણસર
10) મીઠું પ્રમાણસર
11) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      ગાજરને છોલી નાખવા. પછી એક વાસણમાં પાણી લઈ એને ધોઈ નાખવા. પછી એને ઊભા ચીરી,. બે ભાગ કરી એની વચ્ચેનું પિત કાઢી નાખવું. પછી છીણી નાખવા.
      એક તપેલી લઈ એમાં ખાંડ અને સરકો ભેગાં કરી, ચૂલે ચડાવી જરા ગરમ કરવું. આમ કરવાથી ખાંડ ઓગળશે એટલે એમાં ગાજરનું છીણ, મીઠું, મરચું, હળદર અને વાટેલું આદુ એમાં નાખવું. પછી ચાસણી જાડી થાય એટલે એમાં ખાંડેલી રાઈ, તજ-લવિંગનો ભૂકો, વાટેલુ લસણ, વગેરે નાખીને બરાબર હલાવવું. પછી એને નીચે ઉતારી લેવું, અને બરણીમાં ભરી લેવું.


4) ગાજરનું ગળ્યું અથાણું
જરૂરી સામગ્રી:-
1) ગાજર અઢી કિલો
2) ખાંડ 5 કિલો
3) હળદર એક ચમચી
4) વરિયાળી 50 ગ્રામ
5) મીઠું 100 ગ્રામ
6) લવિંગ 10 ગ્રામ
7) ફીણેલી રાઈ 250 ગ્રામ
8) ખારેક 100 ગ્રામ
9) તલ 250 ગ્રામ
10) બદામ કાઢેલા આલૂ 250 ગ્રામ
11) તેલ 2 ચમચા
12) પાણી પ્રમાણસર
13) ગોળ પ્રમાણસર

બનાવવાની રીત:-
      ગાજરની છાલ ઉતારી નાખી એના પાંચ પાંચ સેન્ટિમીટર લાંબા કટકા કરવા અને પછી એક વાસણમાં પાણી લઈ એને ધોઈ નાખવા. પછી હળદર અને મીઠું ભેગું કરીને એમાં ગાજરના આ ટુકડા રગદોળવા અને પછી ચોવીસ કલાક એને રાખી મૂકવા અને દિવસમાં ચારેક વખક એને રાખી મૂકવા અને દિવસમાં ચારેક વખત એને ઉથલાવવા.
      એક ધોયેલો જૂનો સાડલો લઈને એને પાથરવો અને એની ઉપર ગાજરના ટુકડા ખુલ્લી હવામાં પાંચેક કલાક પાથરી રાખવા. પછી સ્હેજ ખાતુ હોય એવું પાણી લઈ એમાં રાઈને ફીણવી.
      ખારેક તથા આલૂને બાર બાર કલાક સુધી ખાટા પાણીમાં પલાળી રાખી બન્નેમાંથી ઠળિયા કાઢી લેવા અને એના નાના ટુકડા કરવા.
      પછી ગાજરમાં ખાંડ અને ફીણેલી રાઈ નાખીને એને બરાબર હલાવવા અને પછી સ્ટીલની તપેલીમાં ભરીને એને થોડીક વાર હલાવવા.
         બરાબર હલાવી રહો પછી થોડીકવાર રાખી મૂકવા.
         પછી બીજે દિવસે ગાજરમાં ખારેક, આલૂ, તજ, લવિંગ, વરિયાળી અને ચપ્પા વડે સુધારીને ગોળ નાખવો.
           આ ગોળ ઓગળે ત્યાંસુધી એને બરાબર હલાવવું.
            પછી આ ગાજરને બરણીમાં ભરી લેવાં.



ગાજરના અથાણાં

  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Popular Posts

  • ગાજરના અથાણાં
  • લીંબુના અથાણાં
  • ફળના અથાણાં
  • શાકભાજીનું અથાણું
  • કેરીનાં અથાણાં બનાવવાની રીત
  • વિવિધ મુરબ્બા
  • ગુંદાનાં અથાણાં બનાવવાની રીત
  • મરચાનાં અથાણાં

Categories

કેરીનાં અથાણાં (1) ગુંદાના અથાણાં (1) ફળના અથાણાં (1) મુરબ્બો (1) લીંબુનું અથાણું (1)

Blog Archive

  • January (8)

Translate

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

About Me

My photo
Priti
View my complete profile

Copyright © સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By blogger Templates