સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ

  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Wednesday, 20 January 2016

શાકભાજીનું અથાણું

 Priti     23:12     અથાણું     No comments   


શાકભાજીનું અથાણું 

શાકભાજીનું અથાણું



1.      ફલાવરનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) ફ્લાવર 500 ગ્રામ
2) તેલ 209 ગ્રામ
3) મેથીનો મસાલો 100 ગ્રામ
4) લીંબુ 6 નંગ
5) મીઠું પ્રમાણસર
6) હિંગ પ્રમાણસર
7) પાણી પ્રમાણસર


બનાવવાની રીત:
         એક વાસણમાં પાણી લઈ તેમાં ફ્લાવરના મોટા મોટા ફાડા સુધારીને નાખવા. પછી એને ધોઈને નિતારી લેવા. પછી તેને લીંબુ અને મીઠામાં રગદોળવા. પછી એને બે ત્રણ કલાક તડકામાં સૂકવવું. પછી એને મેથી અને તેલની સાથે ભેળવીને ફરીથી બરાબર રગદોળવા.
         પછી બરણીમાં ભરી લેવા.


2.      સૂરણનું અથાણું
જરૂરી સામગ્રી:-

1) સૂરણ 500 ગ્રામ
2) રાઈ 150 ગ્રામ
3) હળદર એક ચમચી
4) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
સૂરણની છાલ છોલી નાખીને એના ખારેકી બોર જેવડા ટુકડા કરવા. આ ટુકડા એક વાસણમાં પાણી લઈ તેમાં રાખી મૂકવા અને પાણી સાથે ચૂલે ચડાવી બાફવા. પછી એને નીચે ઉતારી એમાંથી પાણી નિતારી લેવું. પછી રાઈ અને હળદર ફીણીને તેનો મસાલો તૈયાર કરવો અને આ મસાલામાં સૂરણના કટકા રગદોળવા.
       પછી એને બરણીમાં ભરી લો .


3.      કાકડીનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) કાકડી 500 ગ્રામ
2) એસિડિક એસિડ 50 ગ્રામ
3) તેલ 100 ગ્રામ
4)ખાંડ 200 ગ્રામ
5) મરચું 25 ગ્રામ
6) મેથીના કુરિયા 25 ગ્રામ
7) હિંગ થોડી
8) મીઠું પ્રમાણસર
9)પાણી પ્રમાણસર


બનાવવાની રીત:-
      એક વાસણમાં પાણી લઈ એમાં કાકડી ધોઈ નાખવી અને પછી એની ઊભી ચીરીઓ કરવી. પછી એમાં મીઠું અને હળદર ભેળવી દેવાં. પછી પાંચેક દિવસ એને એમને એમ રાખી મૂકવા.
     પછી કાકડીના ટુકડા આ પાણીમાંથી બહાર કાઢીને ચાળણીમાં નાખી એમાંથી બધું પાણી નિતારી દેવું. પછી એને પાણીથી ધોઈ નાખવું. પછી એને મસાલો, ખાંડ, તેલ તથા એસીડિક એસિડ વગેરે બધું ભેગું કરીને ભેળવી દેવું.
        પછી બરણીમાં ભરી લેવું .


4.      ગુવારનું અથાણું
જરૂરી સામગ્રી:-

1) ગુવાર 500 ગ્રામ
2)મીઠું 100 ગ્રામ
3)હળદર પ્રમાણસર
4)ખાટું પાણી
5)પાણી પ્રમાણસર


બનાવવાની રીત:-
      સારી જાતનો કૂણો અને મોટો ગુવાર લઈ એનાં ડીંટિયાં કાપી નાખવા. પછી એને પાણીમાંધોઈ નાખવા. પછી ખાટા પાણીમાં મીઠું અને હળદર નાખીને એને હલાવવું અને એકરસ કરી નાખવું. પછી એમાં ગુવાર નાખવો. પછી ગુવાર એમાં ડૂબે એમ કરવું.
      પછી એની ઉપર પથ્થર મૂકી આઠ દિવસ સુધી એને દબાવી રાખવું.
      પછી એને બરણીમાં ભરી લેવું.


5.      ડુંગળીનું અથાણું
જરૂરી સામગ્રી:-

1) ડુંગળી 500 ગ્રામ
2) મીઠું 109 ગ્રામ
3) હળદર થોડી
4) ખાટું પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
        નાની નાની ડુંગળી લઈને એની ઉપરના સૂકાં ફોતરાં ઉતારી નાખવા. પછી એને ખાટા પાણીની બરણીમાં મૂકવી અને ખાટું પાણી ડૂબે એટલું પાણી એમાં ઉમેરવું. પછી તેમાં હળદર અને મીઠું નાંખવા. આઠેક દિવસ સુધી આમને આમ એને રાખી મૂકવું. પછી બરણીમાં ભરી લેવું.


6.      રીંગણનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) રીંગણ 2 કીલો
2) તેલ 1 કીલો
3) ખાંડ 400 ગ્રામ
4) આંબલી 250 ગ્રામ
5) લસણ 100 ગ્રામ
6) મેથીના કુરિયાં 50 ગ્રામ
7) લીલા મરચાં 50 ગ્રામ
8) મરચાની ભૂકી 50 ગ્રામ
9) મીઠું 50 ગ્રામ
10) રાઈના કુરિયાં 50 ગ્રામ
11) જીરૂ 30 ગ્રામ
12) ગરમ મસાલો 30 ગ્રામ
13)એસીટીક એસિડ 25 ગ્રામ
14) પાણી પ્રમાણસર


બનાવવાની રીત:-
      એક વાસણમાં પાણી લઈ રીંગણ ધોઈ નાખવા. પછી ચપ્પા વડે તેમાં માફસરના ઊભા ચીરિયાં કરવા. પછી એને એસીટીક એસિડના દ્રાવણમાં નાખીને ધોઈ નાખવા. પછી આદુ અને મરચાંની ઊભી ચીરીઓ કરાવી અને લસણની કળીઓને ફોલીને એના નાના નાના ટુકડા કરવા.
      પછી એક વાસણમાં શુધ્ધ પાણી લઈને એમાં રીંગણના ટુકડા નાખીને ધોઈ નાખવા. પછી ચૂલા ઉપર તેલ મૂકીને રીંગણ આછા કથ્થાઈ રંગના થાય ત્યાં સુધી તેલમાં તળવા. પછી લસણ અને મરચાંને પણ તળી લેવા.
      ત્યારબાદ રીંગણના ટુકડા ઠંડા પડે એટલે તેમાં મસાલો, આદુ , તેલ, મરચાં, લસણના ટુકડા, ખાંડ વગેરે નાખીને બરાબર ભેળવવા.
      પછી આ અથાણાંમાં દસ ગ્રામ જેટલું એસીટીક એસિડ ભેળવીને બરણીમાં ભરી લેવું.


7.      ગાજર - બટાટાનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) ગાજર 1 કીલો
2) બટાટા 200 ગ્રામ
3) ખાંડ 500 ગ્રામ
4) આંબલી 250 ગ્રામ
5) મીઠું 100 ગ્રામ
6) મરચાનો ભૂકો 100 ગ્રામ
7) લીલા મરચાં 100 ગ્રામ
8) રાઈના કુરિયા 100 ગ્રામ
9) આદુ 100 ગ્રામ
10) એસીટીક એસિડ 50 ગ્રામ


બનાવવાની રીત:-
      એક વાસણમાં પાણી લઈ ગાજરને ધોઈને સાફ કરવા.પછી એને સુધારીને લાંબા અને પાતળા ટુકડા કરવા. પછી આ  ટુકડાને કપડામાં બાંધીને ઉકળતા પાણીમાં થોડીકવાર બાફીને મુલાયમ બનાવવા. પછી બીજા એક વાસણમાં પાણી લઈ એને ચૂલે ચઢાવી એમાં બટાટા બાફવા અને બફાઈ જાય પછી નીચે ઉતારી તેની છાલ ઉતરાવી. પછી એના ઊભા અને પાતળા ટુકડા કરવા.
      ત્યારબાદ ગાજર અને બટાટાના ટુકડા કોરા પડી જાય એટલે એમાં આદું, મરચાના ટુકડા અને બધો મસાલો સરખી રીતે ભેળવીને અથાણું તૈયાર કરવું. પછી એમાં એસીટીક એસિડ ભેળવીને બરણીમાં ભરી દેવું.


8)  લીલી હળદરનું અથાણું
જરૂરી સામગ્રી:-
1)લીલી હળદર 200 ગ્રામ
2) આદુના કટકા બે
3) લીલા મરચાં 10 નંગ
4) રસદાર લીંબુ એક
5) વાટેલી મેથી પ્રમાણસર
6) રાઈ પ્રમાણસર
7) મીઠું પ્રમાણસર
8) હિંગ પ્રમાણસર
9) પાણી પ્રમાણસર


બનાવવાની રીત:-
       એક વાસણમાં પાણી લઈ તેમાં આદુ સારી રીતે ધોઈ નાખવું. પછી એના ગોળ ગોળ ટુકડા કરવા. લીલી હળદરની પણ છાલ ઉતારી, ધોઈ નાખી ગોળ ગોળ ટુકડા કરવા. પછી તેમાં રાઈ, મેથી, હિંગ, મીઠું વગેરે ભેગાં કરીની એમાં નાખવા. ત્યારબાદ એમાં લીંબુનો રસ નીચોવવો.
      પછી એમાં લાલ મરચાના ટુકડા કરીને, તેલનો વઘાર આ ટુકડા ઉપર નાખીને બરાબર હલાવી હળદર અને આદુ બરણીમાં ભરી લેવા. આ અથાણું થોડા દિવસ રાખી મૂકવું. એ દરમ્યાન જ એનો ઉપયોગ કરવો. વધારે દિવસ રાખી મૂકશો તો બગડી જશે.


9) રાઈના ડાળાનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) રાઈના ડાળા 250 ગ્રામ
2)રાઈનાં કુરિયાં 250 ગ્રામ
3) તેલ 25 ગ્રામ
4) ગોળ થોડો
5) હળદર અડધો ચમચો
6) ખાટું પાણી પ્રમાણસર
7) મીઠું પ્રમાણસર
8) સાદું પાણી પ્રમાણસર


બનાવવાની રીત:-
       એક વાસણમાં પાણી લઈ એમાં રાઈ ના કૂણાં કૂણાં ડાળાને ધોઈ નાખવા. પછી એના નાના નાના ટુકડા કરી કેરીના ખાટા પાણીમાં નાખવા. પછી એમાં મીઠું નાખવું અને આથો આવે એટલે એને કાઢી લેવા.
        ત્યારબાદ રાઈના કુરિયા ખાટા પાણીમાં નાખી ખૂબ ફીણવા. તે બરાબર ચડી જાય એટલે એની અંદર હળદર, ગોળ, મીઠું, તેલ વગેરે નાખીને ફરીથી બરાબર ફીણવું. એની અંદર રાઈના ડાળાના ટુકડા બરાબર રગદોળી બરણી ભરી લેવી.


10) ચીભડાના ખારિયા
જરૂરી સામગ્રી:-
1) ચીભડાં અઢી કિલો
2) મીઠું 250 ગ્રામ
3) રાઈના કુરિયા 250 ગ્રામ
4) ગોળ પ્રમાણસર
5) તલનું તેલ પ્રમાણસર
6) હળદર પ્રમાણસર

બનાવવાની રીત:-
      ચીભડા બબ્બે ભાગ ચપ્પા વડે કરી એની ઉપર મીઠું ભભરાવવું. પછી એક દિવસ એને તપેલામાં આથી બીજે દિવસે આ તપેલા ઉપર ઘેરા રંગનું કપડું બાંધી તડકામાં રાખી મૂકવું. આમ કરવાથી આ રીતે એને તડકામાં રાખી મૂકવા. આ ચીબડાં બરાબર સુકાઈ જાય એટલે એના કટકા કરી નાખવા.
      પછી રાઈના કુરિયાને થોડુંક પાણી લઈ બરાબર ફીણવા. પછી એમાં મીઠું, હળદર, ગોળ, તલનું તેલ વગેરે નાખીને ફરીથી ફીણવું. પછી એમાં ચીભડાના ટુકડા નાખી બરાબર રગદોળવા અને પછી બરણીમાં ભરી લેવા.


11) બટાટા-વાલોડ -ગાજરનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) બટાટા 50 ગ્રામ
2) વાલોળ 50 ગ્રામ
3) હળદર પ્રમાણસર
4)તેલ પ્રમાણસર
5) ગાજર 50 ગ્રામ
6) રાઈનો પાઉડર 25 ગ્રામ
7) મીઠું પ્રમાણસર
8) લીંબુનો રસ પ્રમાણસર
9)ગોળ પ્રમાણસર


બનાવવાની રીત:-
         બટાટાને બાફી તેની છાલ ઉતારી ઝીણા ઝીણા કટકા કરવા. ગાજરને સારા પાણીથી સાફ કરી તેના બે કટકા કરી વચ્ચેનો પીળાશ પડતો ભાગ કાઢી તેના કટકા કરો. વાલોળની નસ કાઢી તેને ઝીણી સમારવી. પછી ગાજર અને વાલોળના પીસને બાફી તેમાંથી પાણી નિતારી કોરી થવા દો. લીંબુનો રસ લઈ તેમાં રાઈનો પાઉડર નાખી ખૂબ ફીણો. પછી તેમાં મીઠું, તેલ અને ગોળ નાખી ત્રણેય શાકના પીસને તેમાં મિક્સ કરી હલાવી નાખો.


12) ગાજર - ફલાવર અને ચણાનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) ગાજર 250 ગ્રામ
2) ફલાવર 250 ગ્રામ
3) ચણા 100 ગ્રામ
4) આદુ 100 ગ્રામ
5) રાઈનો ભૂકો 100 ગ્રામ
6) લસણ એક ગાંઠીયો
7) વિનેગર ( સરકો) થોડો
8) તેલ 250 ગ્રામ
9) મીઠું પ્રમાણસર
10) હળદર પ્રમાણસર
11) મરચું પ્રમાણસર


બનાવવાની રીત:
       સૌ પ્રથમ ચણાને આગલે દિવસ પાણીમાં પલાળી બીજે દિવસે કપડા પર રાખી પાણી નિતારી લો. ગાજરની છાલ ઉતારી વચ્ચેનો પીળાશ પડતો ભાગ કાઢી તેની ચીરીઓ કરો. પછી ફલાવરને ઝીણું સમારી નાખો. પછી એક તપેલી લઈ તેમાં થોડું પાણી ઉકાળો. પાણી ઉકાળો. પાણી ઉકળે એટલે તેમાં ફ્લાવર અને ગાજર નાખી તેને ઉતારી ઢાંકણ ઢાંકી દો. પછી તેને પાણીમાંથી કાઢી કપડા પર મૂકી કોરા કરો. પછી વિનેગર અને ગોળ મિક્સ કરી ગરમ મૂકો. એકતારી ચાસણી થાય એટલે નીચે ઉતારી તેમાં આદુ અને લસણને આછા બદામી જેવા શેકી લો. પછી રાઈનો ભૂકો મિક્સ કરી તેલ નાખી ઉતારી લો. ગોળની બનાવેલી ચાસણીમાં મીઠું, મરચું, આદુ, લસણ અને રાઈનો ભૂકો મિક્સ કરેલું તેલ આ બધું મિક્સ કરી તેને ઠરવા દો. પછી ત્રણેય શાકનો ભૂકો મિક્સ કરી બધું ચમચાથી સરખું હલાવી બરણીમાં ભરી દો.
     
13) લીલા શાકનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) લીલા વટાણા 500 ગ્રામ
2) કાકડી 500 ગ્રામ
3) ગાજર 500 ગ્રામ
4) ગવાર 500 ગ્રામ
5) લીલા મરચાં 200 ગ્રામ
6) રાઈનો પાઉડર 200 ગ્રામ
7) લસણનો ગાંઠીયો એક
8) લીલી વરિયાળી બે ચમચી
9) મીઠું પ્રમાણસર
10) હળદર પ્રમાણસર
11) લીંબુનો રસ પ્રમાણસર
12) તેલ પ્રમાણસર
13) ગોળ પ્રમાણસર

બનાવવાની રીત:-
            કાકડી લાંબી ચીરી કરો. પછી ગાજરની છાલ ઉતારી તેનો વચ્ચેનો ભાગ કાઢી તેની ચીરી કરો. પછી ગવારના ઝીણા ઝીણ કટકા કરો. વટાણા ફોલી આ બધા શાકને સરખું ધોઈ કોરું કરો. બરણીમાં ભરી તેમાં લીંબુનો રસ અને મીઠું નાખી પછી આથી રાખો. પછી તે શાક કાઢી પછી તેમાં લીંબુના રસમાં રાઈનો પાઉડર નાખી ખૂબ ફીણો. પછી તેમાં હળદર, ઝીણો સુધારેલો ગોળ, વાટેલું લસણ અને વરિયાળી અને તેલ નાખી બધું સરખું હલાવી બરણીમાં ભરી દો.


14) કારેલાનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) કારેલાં 750 ગ્રામ
2) લીંબુ 750 ગ્રામ
3) ખાંડ 150 ગ્રામ
4) રાઈની દાળ 150 ગ્રામ
5) વરિયાળી 50 ગ્રામ
6) ધાણાના કુરિયાં 50 ગ્રામ
7) જીરૂ 50 ગ્રામ
8) મરીનો ભૂકો 1 ચમચી
9) લવિંગનો ભૂકો એક ચમચી
10) તજનો ભૂકો એક ચમચી
11) મીઠું પ્રમાણસર
12) હળદર પ્રમાણસર
13) તેલ પ્રમાણસર
14) હિંગ થોડી


બનાવવાની રીત:-
            કારેલાની છાલ ઉતારી તેને સરખું ધોઈ તેમાં મીઠું અને હળદર નાખી તેને આથી રાખો. પછી કારેલાને દબાવી તેનું પાણી કાઢી સારા પાણીથી ધોઈ તેને બરાબર કોરા કરો. પછી રાઈની દાળ, વરિયાળીનો ભૂકો, જીરૂનો ભૂકો, ધાણાના કુરિયા, તજ-લવિંગનો ભૂકો, ખાંડ, હળદર, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી કારેલામાં કાપા કરી તેમાં આ બધો મસાલો ભરો. પછી આ કારેલાને ભરી તેમાં બાકીનો મસાલો અને લીંબુ નાખો. પછી ત્રણ દિવસ પછી તેલ ગરમ મૂકી તેમાં હિંગનો વઘાર કરી સહેજ ઠરી જાય એટલે તે તેલ કારેલામાં રેડી દો


15. ટમેટાનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) ટમેટાં 250 ગ્રામ
2) આદુ એક કટકો
3) લીલા મરચા 3
4) દ્રાક્ષ 1 ચમચો
5) લસણ ગાંઠિયો
6) કાંદો એક
7) વિનેગર થોડો
8) મીઠું પ્રમાણસર
9) સાકર 25 ગ્રામ

બનાવવાની રીત:-
          પાણીને ઉકાળી નીચે ઉતારી તેમાં ટમેટાં નાખો. પછી પાંચેક મિનિટ રાખી તેની છાલ ઉતારી લસણ ખાંડી આ બધું ભેગું કરી તેને ગરમ મૂકો. ઉકળે અને ઘટ્ટ થઈ જાય એટલે તેને નીચે ઉતારી ઠંડું કરો. તેને બરણીમાં ભરી ફ્રીજમાં રાખો.




             
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Popular Posts

  • ગાજરના અથાણાં
  • લીંબુના અથાણાં
  • ફળના અથાણાં
  • શાકભાજીનું અથાણું
  • કેરીનાં અથાણાં બનાવવાની રીત
  • વિવિધ મુરબ્બા
  • ગુંદાનાં અથાણાં બનાવવાની રીત
  • મરચાનાં અથાણાં

Categories

કેરીનાં અથાણાં (1) ગુંદાના અથાણાં (1) ફળના અથાણાં (1) મુરબ્બો (1) લીંબુનું અથાણું (1)

Blog Archive

  • January (8)

Translate

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

About Me

My photo
Priti
View my complete profile

Copyright © સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By blogger Templates