સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ

  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Wednesday, 20 January 2016

ફળના અથાણાં

 Priti     23:34     અથાણાં, ફળના અથાણાં     No comments   


ફળના અથાણાં


ફળના અથાણાં
1.      કેરડાનું અથાણું

જરૂરી સામગ્રી:-
1) કેરડા 500 ગ્રામ
2) સરસિયું 100 ગ્રામ
3) આંબોળિયાનો પાઉડર 20 ગ્રામ
4) મરચાનો ભૂકો 300 ગ્રામ
5) વરિયાળી 20 ગ્રામ
6) લસણના ટુકડા 5 ગ્રામ
7) ધાણાનો ભૂકો 10 ગ્રામ
8) જીરૂ 10 ગ્રામ
9) દળેલી હળદર 10 ગ્રામ
10) મીઠું 10 ગ્રામ
11) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      એક વાસણમાં પાણી લઈ એમાં સારી જાતના કેરડા ખરીદીને નાખવા અને પછી ધોઈ નાખવા. પછી એક વાસણ લઈ એમાં બીજું ચોખ્ખું પાણી લઈ મીઠું નાખવું અને ખારું પાણી બનાવીને આ ધોયેલા કેરડા નાખી દેવા. ત્યારપછી દર અઠવાડિયે આ દ્રાવણમાં થોડું થોડું મીઠું ઉમેરતા જવું. આમાં આ કેરડાને આ ખારા પાણીમાં બીજા પંદર દિવસ રાખી મૂકવા.
      આ કેરડાને ખારા પાણીમાંથી બહાર કાઢીને ચોખ્ખા પાણીમાં ત્રણ કલાક ડૂબાડી રાખવા. પછી એને વહેતા પાણીમાં બરાબર સારી રીતે ધોઈ નાખવા કે જેથી ખારાશ ઓછી થઈ જાય.
      પછી બધા મસાલા ભેગા કરીને ઠંડું પાડવું. પછી અથાણામાં નાખી દેવું.
      આ રીતે તૈયાર કરેલું અથાણું ચાળીસ દિવસ સુધી મૂકવું. પછી જ એનો ઉપયોગ કરવો.

2.      રાઈવાળા કેરળા

જરૂરી સામગ્રી:-
1) કેરડા 2 કિલો
2) રાઈના કુરિયા 400 ગ્રામ
3) જારી નાગરની કેરી 2 કિલો
4) તેલ પ્રમાણસર
5) મીઠું પ્રમાણસર
6) ગોળ પ્રમાણસર
7) હળદર પ્રમાણસર
8) ખાટું પાણી પ્રમાણસર
9) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      એક વાસણમાં પાણી લઈ એમાં કેરડા નાખી ધોઈ નાખવા. પછી આ કેરડાને મીઠામાં રગદોળવા. મીઠામાં રગદોળીને એને રાખી મૂકવા કે જેથી એમાં આથો આવે, ત્યારબાદ નાની કેરીને છોલી નાખીને એને ધોઈ નાખવી અને પછી કોરી કરીને એને કેરડાની અંદર નાખવી.
      સમાન્ય રીતે કેરડાને અથાતાં વાર લાગે છે એટલે એજ્યારે બરાબર અથાય અને પીળાશ પડતા રંગના થાય ત્યારે એને બહાર કાઢીને કોરા કરવા. પછી કેરીને પણ બહાર કાઢીને કોરા કરવા. પછી કેરીને પણ બહાર કાઢીને લૂછી નાખવી અને કટકી કરવી.
      ત્યારબાદ કુરિયાને ખાટા પાણીમાં ખૂબ ફિણવા અને પછી એમાં મીઠું, હળદર, ગોળ અને તેલ નાખીને બરાબર ફીણવું. પછી કેરીની કટકી અને કેરડા બરાબર રગદોળીને બરણીમાં ભરી દેવા.

3.      બોરનું અથાણું

જરૂરી સામગ્રી:-
1) પાકાં બોર 500ગ્રામ
2) રાઈનો મસાલો પ્રમાણસર
3) મીઠું પ્રમાણસર
4) ગોળ પ્રમાણસર
5) હળદર પ્રમાણસર
6) પાણી પ્રમાણસર
7) તેલ પ્રમાણસર

બનાવવાની રીત :-
      એક વાસણમાં બોર લઈને તેને પાણીમાં નાખી ધોઈ નાખવા પછી તેને આઠ દિવસ સુધી મીઠામાં રાખી મૂકવા કે જેથી આથો આવે. પછી તેને બહાર કાઢી લેવા અને તડકે સૂકવવા મૂકવા. આ સૂકા બોરના ઠળિયા કાઢી લેવા. પછી એક વાસણમાં રાઈનો મસાલો, તેલ, હળદર, મીઠું વગેરે લઈ તેને બરાબર ચોળીને ભેગો કરવો અને પછી ચપ્પા વડે છોલીને એમાં ગોળનો ભૂકો નાખવો.
      આ મસાલામાં બોર ચોળી નાખવા અને પછી બરણીમાં ભરી લેવા.

4.      નારંગીનું અથાણું

જરૂરી સામગ્રી:-
1) નારંગી 50 નંગ
2) ખાંડ 250 ગ્રામ
3) લવિંગ પાંચ
4) સૂકા ધાણા 50 ગ્રામ
5) કાળા મરી 5 નંગ
6) મીઠું 250 ગ્રામ
7) સરકો પ્રમાણસર
8) વરિયાળી પ્રમાણસર
9) સરકો પ્રમાણસર
8) વરિયાળી પ્રમાણસર
9) જીરૂ પ્રમાણસર
10) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
          એક ખાંડણીમાં બધો સૂકો મસાલો લઈ ખાંડી નાખવો. પછી આ ખાંડેલો મસાલો એક વાસણમાં લઈ તેમાં મીઠું અને ખાંડ ભેળવવી. પછી એક વાસણમાં પાણી લઈ એમાં બધી નારંગી ધોઈ નાખવી અને એને સાફ કરી કપડા વડે લૂછી નાખવી પછી ચાર ઊભી ઊભી અડધી ચીરીઓ કરવી અને એમાં મસાલો ભરવો. આમાંબધી નારંગીઓમાં મસાલો ભરાઈ જાય એટલે તેને બરણીમાં ભરી લેવી. પછી આ  બધી નારંગીઓ ડૂબે એટલે તેને બરણીમાં ભરી લેવી. પછી આ બધી નારંગીઓ ડૂબે એટલો સરકો બરણીમાં નાખવો.
           પછી એને ત્રણ ચાર દિવસ એમ ને એમ રાખી મૂકો.

5.      સક્કરટેટીનું અથાણું

જરૂરી સામગ્રી:-
1) સક્કરટેટી 1 કિલો
2) કાચી કેરી 500 ગ્રામ
3) જીરૂ થોડું
4) તલનું તેલ 75 ગ્રામ
5) હળદર અડધી ચમચી
6) મીઠું 25 ગ્રામ
7) લાલ મરચું 25 ગ્રામ
8) હિંગ સહેજ
9) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
         એક વાસણમાં પાણી લઈ તેમાં પાણી લઈ તેમા સક્કરટેટીને ધોઈ નાખવી. પછી કોરા કપડા વડે લૂછી નાખવું. પછી ચપ્પુ લઈ એમાં એક નાનકડી ડગળી પાડવી. પછી એને દબાવીને એનું પાણી નીચોવી નાખવું.
         પછી એક થાળીમાં આ છીણ અને રાઈ લઈ એમાં થોડુંક પાણી નાખવું અને પછી એને બરાબર ફીણી નાખવું. પછી તેમાં બધો મસાલો અને તેલ નાખીને આ છૂંદાને તેમાં ભેળવવો અને પછી મસાલો ભેળવેલો કેરીનો છૂંદો સક્કરટેટીની ડગળી ઉગાળીબંધ કરી દેવી. પછી તેને દોરી બાંધીને બરણીમાં મૂકવું. બે દિવસ એમ ને એમ રાખી મૂકી એમાં તેલ નાખવું અને પછી બે  દિવસ બાદ એનો ઉપયોગ કરવો.

6.      પપૈયાનું  અથાણું

જરૂરી સામગ્રી:-
1) કાચું પપૈયું 1 કિલો
2) મીઠું 250 ગ્રામ
3) રાઈના કુરિયાં 100 ગ્રામ
4) તેલ પ્રમાણસર
5) હળદર પ્રમાણસર
6) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      એક વાસણમાં પાણી લઈ એમાં કાચા પપૈયા ધોઈ નાખવા. પછી આ કાચા પપૈયાની છાલ ઉતારી નાખવી. અને દરેક પપૈયાના ચાર ચાર ટુકડા કરવા. ત્યારબાદ પપૈયાના ચાર ચાર ટુકડા કરવા. ત્યારબાદ પપૈયાના આ  ટુકડાને એક વાસણમાં મીઠું લઈ રગદોળી રાખી મૂકવા. સવાર સાંજ એને ઉછાળવાં. પછી ત્રીજે દિવસે મીઠાના પાણીમાંથી એને બહાર કાઢી તડકે સૂકવવા મૂકવું.
            રાઈના કુરિયાને પાણીમાં પલાળી રાખવા. થોડી વાર આ પ્રમાણે રાખી મૂકી એને ફીણવા. પછી તેમાં હળદર, પપૈયા ના તૈયાર કરેલા ટુકડા અને તેલ નાખીને બધું હલાવવું અને પછી બરણીમાં ભરી લેવું.

7.      બીજોરાનું અથાણું

જરૂરી સામગ્રી:-
1) બીજોરાં અઢી કિલો
2) મીઠું 700 ગ્રામ
3) ગોળ 750 ગ્રામ
4) રાઈ 250 ગ્રામ
5) હળદર પ્રમાણસર
6) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
     એક વાસણમાં પાણી લઈ એમાં બીજોરાં નાખી, એને બાફવા માટે ચૂલે ચડાવવા. પછી જ્યારે બીજોરાં પોચાં પડે ત્યારે એને નીચે ઉતારીને એને ઠંડા પાડવા અને પછી એમાં ઊભી ચીરી કરી એમાં મીઠું ભરવું. પછી બીજે દિવસે એમાંથી પાણી કાઢી નાખવું અને તડકે સૂકવવા મૂકવું.
         ત્યારબાદ રાઈના કુરિયાં બનાવી એને પલાળી રાખવા. પછી થોડુંક પાણી લઈ એમાં રાઈ નાખી એને ખૂબ ફીણવી . પછી એમાં બીજોરાના કટકા નાખીને રગદોળવા અને બરણીમાં ભરી લેવાં.

8.      ખારેકનું અથાણું

જરૂરી સામગ્રી:-
1) ખારેક 1 કિલો
2) આદુ 200 ગ્રામ
3) રાઈના કુરિયાં 100 ગ્રામ
4) વરિયાળી 25 ગ્રામ
5) જીરૂ 25 ગ્રામ
6) મરી 25 ગ્રામ
7) તજ 25 ગ્રામ
8) લવિંગ 20 ગ્રામ
9) ધાણા 25 ગ્રામ
10) એલચી 5 ગ્રામ
11) લીંબુ 10 ગ્રામ
12) આમચૂર પાઉડર ચાર ચમચી
13) મીઠું પ્રમાણસર
14) પાણી પ્રમાણસર
15) ખાંડ 100 ગ્રામ

બનાવવાની રીત:-
           એક વાસણમાં ખારેક પલાળી રાખવી. પછી એ પોચી થાય એટલે એને પાણીમાંથી બહાર કાઢવી. પછી એને કપડા વડે લૂછીને કોરી કરવી. પછી એને વચ્ચેથી કાપવી અને એનાં બી કાઢી નાખવાં. પછી આદુને છોલવું. પછી એને ચોખ્ખા પાણી વડે ધોઈ નાખવું. પછી ખારેકમાં આમચૂર પાઉડર, મીઠું અને તૈયાર કરી રાખેલો મસાલો ભરી દેવો પછી એને દોરીથી બરાબર બાંધી દેવી.
             આ બધી ખારેક બરણીમાં ભરી દેવી અને તે ડૂબી જાય એટલો લીંબુનો રસ એમાં નાખવો, પછી તેની અંદર મીઠું, ખાંડ અને બાકી વધેલા રાઈના કુરિયાં નાખીને બરણીનું મોઢું ઢાંકણ વડે બંધ કરીને કપડા વડે બાંધી દેવું. પછી આ બરણીને તડકામાં મૂકી રાખવી. દરમ્યાન ચમચા વડે આ અથાણાને હલાવતા રહેવું. પછી ખાંડની ચાસણી બને એટલે એ જાડી થાય એટલે અથાણું ખાવા માંડવું.

9.      આમળાનું અથાણું

જરૂરી સામગ્રી:-
1)  આમળાં 200 ગ્રામ
2) મરચું 100 ગ્રામ
3) મેથી 200 ગ્રામ
4) મીઠું 250 ગ્રામ
5) તેલ પ્રમાણસર
6)હળદર પ્રમાણસર
7) ગોળ 100 ગ્રામ
8) હિંગ સહેજ

બનાવવાની રીત:-
      એક વાસણમાં ચોખ્ખું પાણી લઈ એમાં આમળાં પલાળી રાખવા અને પછી તેના ગોળ કટકા કરી, થોડુંક લીંબુ લઈ તેમાંતેને આથી નાખવા. એક દિવસ એને આ રીતે રાખી મૂકી બીજે દિવસે એને ધોયેલો સાડલો પાથરી એની ઉપર કોરાં કરવાં.
      મેથીને ધીમે તાપે શેકીને પછી એને કરકરી દળવી અને એના ફોતરાં ઝાટકી નાખી એના કુરિયાં બનાવવા. પછી એમાં મરચું, હળદર અને થોડીક હિંગ નાખીને મસાલો વધારવો. આ બધો મસાલો ઠંડો પડે એટલે એમાં ગોળ ભેળવવો.
      આમળાના કટકા લઈને તેને તેલમાં રગદળી એમાં મસાલો અને ગોળ નાખી હલાવવું અને પછી બરણીમાં ભરી લેવું.
         આ અથાણું આઠ જ દિવસમાં વાપરી નાખવું નહિતર બગડી જશે.

10.      કોઠાનું અથાણું

જરૂરી સામગ્રી :-
1) પાકા કોઠાં 4 નંગ
2) ખાંડ કોઠાથી દોઢગણી
3) મેથીનો મસાલો 4 ચમચી
4) હિંગ સહેજ
5) તેલ 4 ચમચી
6) મીઠું પ્રમાણસર
7) ખાંડેલું જીરૂ બે ચમચી
8) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      કોઠાને એક વાસણમાં ચોખ્ખું પાણી લઈ ધોઈ નાખવા. પછી કોઠાને ફોડીને એમાંથી ગલ કાઢી લેવો.
      પછી એક તપેલામાં ખાંડ લઈ, એ ડૂબે એટલું એમાં પાણી નાખી, એને ચૂલે ચડાવી એની બે તારી ચાસણી બનાવી એમાં લીંબુનો રસ નાખી એનો મેલ નીતારી લેવો.
      ત્યારબાદ કોઠાનો ગલ, મીઠું અને જીરૂ એ ચાસણીમાં નાંખવા. આ બધું એની સાથે બરાબર ભળી જાય એટલે એમાં મેથીનો મસાલો નાખવો.
      એક વાસણમાં તેલ લઈને ગરમ કરવું. પછી એમાં એક ચપટી હિંગ નાખી વઘાર કરવો.
      આ વઘાર ઠંડો પડે એટલે એમાં નાખીને બધું સ્ટીલના ચમચા વડે હલાવી એકરસ બનાવવું અને પછી બરણી ભરી લેવી.



  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Popular Posts

  • ગાજરના અથાણાં
  • લીંબુના અથાણાં
  • ફળના અથાણાં
  • શાકભાજીનું અથાણું
  • કેરીનાં અથાણાં બનાવવાની રીત
  • વિવિધ મુરબ્બા
  • ગુંદાનાં અથાણાં બનાવવાની રીત
  • મરચાનાં અથાણાં

Categories

કેરીનાં અથાણાં (1) ગુંદાના અથાણાં (1) ફળના અથાણાં (1) મુરબ્બો (1) લીંબુનું અથાણું (1)

Blog Archive

  • January (8)

Translate

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

About Me

My photo
Priti
View my complete profile

Copyright © સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By blogger Templates