સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ

  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Wednesday, 20 January 2016

મરચાનાં અથાણાં

 Priti     22:35     મરચાનાં અથાણાં     No comments   


મરચાનાં અથાણાં
મરચાનાં અથાણાં

1.   મરચાનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) લીલા વઢવાણી મરચાં 500 ગ્રામ
2) મીઠું 100 ગ્રામ
3) હળદર 10 ગ્રામ
4) રાઈના કુરીયાં 100 ગ્રામ
5) તેલ પ્રમાણસર
6) ખાટું પાણી પ્રમાણસર
7) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      એક વાસણમાં પાણી લઈ મરચાં ધોઈ નાખવા. પછી સોય લઈ દરેક મરચામાં એક ઊભી ચીરી કરવી. પછી બધો મસાલો ભેગો કરી મસળવો અને તૈયાર થાય એટલે આ મરચામાં દબાવી દબાવીને ભરી દેવો. પછી મરચાં બરણીમાં ભરી એની ઉપર ખાટું પાણી રેડી દેવું.

2.   આદુવાળા મરચાં
જરૂરી સામગ્રી:-
1) લીલા મરચાં 750 ગ્રામ
2) આદુ 600 ગ્રામ
3) લીંબુનો રસ 400 ગ્રામ
4) તેલ પ્રમાણસર
5) હિંગ સહેજ
6) વરિયાળીનો ભૂકો 30 ગ્રામ
7) રાઈના કુરિયા 150 ગ્રામ
8) મીઠું પ્રમાણસર
9) રાઈ પ્રમાણસર
10)હળદર પ્રમાણસર
11)પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      આદુને છોલી નાખવું અને પછી એમાં બધો મસાલો ભેળવવો. ખાલી બરણીમાં ભરી તેમાં લીંબુનો રસ નાખવો. પછી એક અઠવાડિયા સુધી આ બરણી સૂર્યના તડકામાં રાખી મૂકવી. પછી તેલમાં રાઈ, હિંગનો વઘાર કરી ઠંડો પડે એટલે ધોયેલા અને સોયથી ચીરી કરેલા મરચાંમાં ભરી દેવો.
      પછી આ આદુ અને મરચાં એક જ બરણીમાં ભરી હલાવી નાખવું.

3.   આખા મરચાનું અથાણું
જરૂરી સામગ્રી:-
1) લીલા મરચા 500 ગ્રામ
2) પાણી પ્રમાણસર
3) આમચૂર 50 ગ્રામ
4) રાઈના કુરિયાં 50 ગ્રામ
5) તેલ પ્રમાણસર
6) મીઠું પ્રમાણસર
7)વરિયાળી પ્રમાણસર

બનાવવાની રીત:
      એક વાસણમાં પાણી લઈ તેમાં મરચાં ધોઈ નાખવા. પછી કોરું કપડું લઈ એને એકદમ લૂછી નાખવા. પછી રાઈના કુરિયાં, આમચૂર, વરિયાળીનો ભૂકો, મીઠું અને થોડુંક તેલ નાખીને મસાલો ભેગો કરવો. પછી સોયવડે મરચામાં એક ઊભી ચીરી કરવી. આ ચીરીમાં તૈયાર કરેલો મસાલો ઠાંસીને ભરી દેવો. પછી મરચાં બરણીમાં ભરીને એની અંદર વધેલો મસાલો નાખી દો
      પછી તેલને ગરમ કરીને એમાં રાઈ, હિંગ નાખીને વઘાર કરવો અને તેલ ઠંડુ પડે એટલે મરચાંમાં નાખી દેવું. પછી બરણીનું મોઢું કપડા વડે બાંધીને એક દિવસ તડકામાં રાખી મૂકવું.

4.   રાઈવાળા મરચાં
જરૂરી સામગ્રી:-
1) લાંબા મરચાં 5 કિલો
2)લીંબુનો રસ 2 કિલો
3)મેથી 100 ગ્રામ
4)રાઈના  કુરિયાં 400 ગ્રામ
5)હળદર પ્રમાણસર
6)તેલ પ્રમાણસર
7)મીઠું પ્રમાણસર
8)પાણી પ્રમાણસર

બનાવવાની રીત:
      એક વાસણમાં પાણી લઈ મરચાંને ધોઈ નાખવા. પછી સ્વચ્છ કપડા વડે એને કોરાં કરી નાખવા. પછી એના કટકા કરવા. પછી મેથી રતાશ પડતી થાય એટલી શેકવી. પછી એને ખાંડીને એનો કરકરો ભૂકો બનાવવો. પછી લીંબુનો રસ અડધો લઈ એમાં મીઠું, હળદર, રાઇનો ભૂકો, મેથીનો ભૂકો, અને પછી ચમચો લઈ બધું હલાવવુ. પછી બરણીમાં ભરી લેવું અને લીંબુનો રસ તેમાં રેડી દેવો.

5.   લાલ મરચાનાં અથાણું
જરૂરી સામગ્રી:-
1) લાલ મરચાં 2 કિલો
2)મીઠું 1 કિલો
3)મેથીના કુરીયા

બનાવવાની રીત:-
      એક વાસણ લઈ એમાં રાઈ અને મેથીના કુરિયાં ભેગાકરવા અને પછી તેલને ગરમ કરી એમાં હિંગ નાખીને કુરિયામાં નાખવી પછીતેમાં મીઠું અને હળદર નાંખવા. પછી મરચાંને પાણમાં ધોઈ, કોરા કપડા વડે સાફ કરી એને તેલ લગાવી ઊભો ચીરો સોય વડે કરવો.
      પછી તૈયાર કરેલો મસાલો એમાં ભરવો અને એક દિવસ મરચાં રાખી મૂકવાં. પછી બરણીમાં ભરી દેવા.
      બીજે દિવસે તેલ ગરમ કરીને એને ઠંડું પાડવું અને પછી મરચાં ડૂબે એટલું તેલ એમાં નાખવું. એમાં થોડોક ગોળ અને મરીના દાણા પણ નાખવા.

6.   ખમણ મરચાં
જરૂરી સામગ્રી:-
1) વઢવાણી મરચાં 500 ગ્રામ
2) કોપરનું ખમણ 50 ગ્રામ
3) રાઈના કુરિયાં 50 ગ્રામ
4) તલ બે ચમચી
5)ખસખસ 3 ચમચી
6)રાઈ થોડીક
7)હિંગ સહેજ
8) લીંબુનો રસ પ્રમાણસર
9) મીઠું પ્રમાણસર
10)તેલ પ્રમાણસર
11) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:-
      ખમણી લઈને સૂકા કોપરાને છીણી નાખવા. પછી એને શેકી નાખવા. કોપરાનું આ છીણ ઠંડું પડે એટલે હાથથી મસળીને એનો ભૂકો કરી નાખવો. પછી તલને થોડા થોડા ખાંડવા અને ખસખસને સાધારણ શેકી નાખવી. આ ત્રણેય વસ્તુ ભેગી કરી એમાં રાઈના કુરિયાં અને મીઠું નાખીને મસાલો તૈયાર કરવો.
      પછી એક વાસણમાં પાણી લઈ મરચાંને ધોઈ નાખવા અને કપડા વડે લૂછીને એને કોરાં કરવાં. પછી સોય વડે એમાં ઊભો કાપો કરવો. આ કાપામાં તૈયાર કરેલો મસાલો ભરવો.
      પછી મરચાંને બરણીમાં ભરી લેવાં. અને વધેલો મસાલો મરચાંની ઉપર ભભરવો. પછી તેની ઉપર લીંબુનો રસ ભભરાવો. પછી તેલને ગરમ કરીને તેમાં હિંગનો વઘાર કરવો અને તેલ ઠંડું પડે એટલે મસાલો એની ઉપર રેડી દેવો.

7.   લસણવાળા આખા મરચાં
જરૂરી સામગ્રી:-
1) લીલા વઢવાણી મરચાં 2 કિલો
2) સૂકું લસણ 50 ગ્રામ
3) તલ બે ચમચી
4) રાઈનાં કુરીયાં 150 ગ્રામ
5) લાલ આખા મરચાં 7
6) તેલ પ્રમાણસર
7)હળદર પ્રમાણસર
8)મીઠું પ્રમાણસર
9)લીંબુનો રસ પ્રમાણસર
10) જીરૂ પ્રમાણસર
11) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:
      એક વાસણમાં પાણી લઈ મરચાંને ધોઈ નાખવા. પછી કોરું કપડું લઈ એને ઊભો ચીરો કરવો. પછી આ ચીરામાં મીઠું અને હળદર ભેગાં કરી દેવાં અને મરચાં બરણીમાં ભરી તેનું મોં કપડા વડે બાંધી દેવું. પછી તેને બે દિવસ સુધી તડકે મૂકી રાખવી.
      ત્રીજે દિવસ હળદર અને મીઠાનું પાણી થાય એટલે પાણી સાથે એક થાળીમાં મરચાં કાઢી લેવાં. પછી તેમાં રાઈના કુરિયા,ફોલેલા લસણની બારીક કટકી અને થોડોક લીંબુનો રસ નાખવો.
      પછી તેલને ગરમ કરવું અને એમાં જીરૂ, લાલ આખા મરચાં અને તલ નાખી વઘાર કરવો. પછી તેલ બરાબર ઠંડું પડે એટલે મરચાના અથાણામાં રેડી દેવું.
      પછી મરચાં રસા સાથે બરણીમાં ભરી લેવાં.

8.      સરકાના લીલા મરચાં
જરૂરી સામગ્રી:-
1) લીલા લાંબા મરચાં 750 ગ્રામ
2) સરકો 150 ગ્રામ
3) તેલ પાંચ ચમચા
4) રાઈના કુરિયાં 75 ગ્રામ
5) વરિયાળીનો ભૂકો
6) મીઠું પ્રમાણસર
7) હળદર પ્રમાણસર
8) પાણી પ્રમાણસર

બનાવવાની રીત:
      એક વાસણમાં પાણી લઈ મરચાંને ધોઈ નાખવાં. પછી એને સૂકા કપડા વડે કોરા કરી નાખવા. પછી એના કટકા કરવા. પછી તેમાં મીઠું, વરીયાળી, હળદર, ખાંડેલી રાઈ અને તેલ નાંખવું. પછી એમાં સરકો રેડી ચમચા વડે બધું હલાવવું.
      પછી મરચાંને બરણીમાં ભરી દેવાં અને બરણીને એક દિવસ તડકામાં રાખી મૂકવી.
      


મરચાનાં અથાણાં


  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Popular Posts

  • ગાજરના અથાણાં
  • લીંબુના અથાણાં
  • ફળના અથાણાં
  • શાકભાજીનું અથાણું
  • કેરીનાં અથાણાં બનાવવાની રીત
  • વિવિધ મુરબ્બા
  • ગુંદાનાં અથાણાં બનાવવાની રીત
  • મરચાનાં અથાણાં

Categories

કેરીનાં અથાણાં (1) ગુંદાના અથાણાં (1) ફળના અથાણાં (1) મુરબ્બો (1) લીંબુનું અથાણું (1)

Blog Archive

  • January (8)

Translate

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

About Me

My photo
Priti
View my complete profile

Copyright © સ્વાદિષ્ટ વિવિધ અથાણાં અને મુરબ્બાઓ | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By blogger Templates